• Home
  • Webinars
  • Resources
  • Projects
  • Ask the Expert
  • FAQs
  • Contact
  • About
Times Decrypt
  • Home
  • Webinars
  • Resources
  • Projects
  • Ask the Expert
  • FAQs
  • Contact
  • About

NFT:ક્રિપ્ટો ટેક્નોલોજીએ ડિજિટલ આરન ્ટ ી ખરીદી અને વેપાર કેવી રીતે શક્ય બનાવ્યા

Times of India
Written by

Times of India, Editorial

Published: Jan 21, 2022 05:21 PM

માર્ચ 2021માં વી.એસ. ગાયતોંડે  નામના વ્યક્તિએ 1961નું એક ઓઈલ  પેઈન્ટિંગ 50 લાખ ડોલરમાં વેચ્યું, જે  અત્યાર સુધીમાં વેચાયેલું ભારતનું સૌથી  મોઘું પેઈન્ટિંગ છે. એ જ મહિનામાં  ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝે ડિજિટલ આર્ટ  વર્ક સૌપ્રથમવાર 6.9 કરોડ ડોલરમાં વેચ્યું 

હતું. તેણે રેકોર્ડ તો સ્રજ્યો જ, પરંતુ તે  સાથે જ એનએફટી નામથી ઓળખાતી  બ્લોકચેઈન એપ્લિકેશનને પળવારમાં  લોકપ્રિય બનાવી દીધી. 

એનએફટી અર્થાત નોન-ફંગિબલ  ટોકન એ યુનિક ડિજિટલ આઈટેમ છે જેને  બ્લોકચેઈન પર સ્ટોર કરવામાં આવે છે.  

બ્લોકચેઈન એ જ નેટવર્ક છે જે ક્રિપ્ટોકરન્સી ચલાવે છે. ડિજિટલ સ્વરૂપમાં કોઈપણ  વસ્તુ (પછી તે ઈમેજ હોય, વીડિયો હોય,  મ્યુઝિક હોય, કે આર્ટિકલનું ઓનલાઈન  વર્ઝન હોય)ને એનએફટીમાં કન્વર્ટ કરી  શકાય છે અને તેમાંથી કમાણી કરી શકાય  છે. એનએફટી એ પોતે કોઈ ડિજિટલ આર્ટ  નથી, પરંતુ ઓથોન્ટિસિટીનું સર્ટિફિકેટ છે,  અને મોટાભાગે ઈથેરિયમનું બ્લોકચેઈન  ઉપયોગમાં લેવાય છે, જે બીજા ક્રમની  સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. ક્રિપ્ટોની જેમ  જ એનએફટીના ટ્રેડિંગને પણ કાયદેસરની  માન્યતા હજી સુધી નથી મળી. રેગ્યૂલેશન  ન હોવાથી પ્રાઈસ મેનિપ્યુલેશનની  સંભાવના તેમાં રહેલી છે. 

# NFT અર્થાત નોન-ફંગિબલ ટોકન  એ યુનિક ડિજિટલ આઈટેમ છે  જે બ્લોકચેઈન સાથે લિન્ક્ડ છે.  બ્લોકચેઈન એ જ નેટવર્ક છે જે  ક્રિપ્ટોકરન્સી ચલાવે છે 

# ડિજિટલ સ્વરૂપમાં કોઈપણ  વસ્તુ (ઈમેજ, વીડિયો, મ્યુઝિક)ને  એનએફટીમાં કન્વર્ટ કરી શકાય છે  અને તેમાંથી કમાણી કરી શકાય છે # એનએફટી એ પોતે કોઈ ડિજિટલ  આર્ટ નથી, પરંતુ ઓથોન્ટિસિટીનું  સર્ટિફિકેટ છે 

# ક્રિપ્ટોની જેમ જ એનએફટીના  ટ્રેડિંગને પણ કાયદેસરની માન્યતા  હજી સુધી નથી મળી. રેગ્યૂલેશન  

ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગ અને  ક્રિપ્ટોમાં વધતા જતા રસને કારણે એનએફટી  પણ લોકપ્રિય બની ગયા છે. સલમાન ખાને  ઓક્ટોબર 2021માં ચિનગારી નામના  એનએફટી માર્કેટ પ્લેસને લોન્ચ કર્યું હતું.  ચિનગારીના સીઈઓ અને સહસ્થાપક  સુમિત ઘોષ જણાવે છે કે ‘ક્રિપ્ટોકરન્સીમાં  રોકાણ કરનારા ઘણાં લોકોને એનએફટીમાં  રોકાણનો એક નવો વિકલ્પ જોવા મળ્યો છે.  ટ્વીટરના કો-ફાઉન્ડર જેક ડોર્સી, પેરિસ  હિલ્ટન અને સ્નૂપ ડોગ જેવી સેલિબ્રિટીઝે  એનએફટી વેચતા તેને વધુ લોકપ્રિયતા  મળી ગઈ.’ 

આર્ટ અને યાદગાર કલેક્શન ઉપરાંત  કેટલાક લોકોએ એનએફટીના માધ્યમથી  સ્પેક્યુલેશન કરવાનું પણ શરૂ કરી દીધું  છે કારણ કે ટોકનની વેલ્યૂ ખરીદનારા જે  કિંમત ચૂકવવા તૈયાર હોય તેના આધારે  

ન હોવાથી પ્રાઈસ મેનિપ્યુલેશનની  સંભાવના છે 

# નએફટી 2021માં ક્રિપ્ટોની સાથે જ  લોકપ્રિય બની. તે ડિજિટલ ટોકનને  કારણે વર્ચ્યૂઅલ વર્લ્ડમાં માલિકીનો  અધિકાર આપે છે 

# 5000 ફોટોગ્રાફ્સનું એક  

કોલાજ માર્ચ 2021માં 6.9 કરોડ ડોલરમાં વેચાયું હતું જે સૌથી મોંઘું  એનએફટી છે 

# ટ્વીટરના કો-ફાઉન્ડર જેક  ડોર્સી, અભિનેતા અમિતાભ બચ્ચન,  કોકા કોલા અને ગુસ્સી જેવી  બ્રાન્ડ્સે પણ એનએફટી વેચાણ  કર્યું છે 

જ નક્કી થાય છે. બ્લોકચેઈન એન્ડ ક્રિપ્ટો એસેટ્સ કાઉન્સિલ (BACC)ના મેમ્બર  અને એક્સફાઈનાઈટના ચીફ ઈકોસિસ્ટમ  ઓફિસર સંતોષ યેલજોસુલાએ કહ્યુંહતું કે  ‘ક્રિપ્ટો માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો  થતો ગોય અને તેની સાથે ક્રિપ્ટોમાં રોકાણ  કરનારા એનએફટીમાં પણ રોકાણ કરતા  ગયા અને પરિણામે તે વધુ લોકપ્રિય બન્યું.’  તેમણે ઉમેર્યું કે ટૂંકા ગાળામાં એનએફટી  માર્કેટમાં કરેક્શન આવી શકે છે. 

એટલું જ નહીં, કોરોનાકાળ દરમિયાન  ડિજિટલ આર્ટમાં લોકોની રુચિ વધી છે  અને તેને કારણે એનએફટી મેઈનસ્ટ્રીમ  ઓડિયન્સ સુધી પહોંચી ગયું છે. મતલબ  કે જે લોકો ક્રિપ્ટોમાં રસ ધરાવતા ન હતા  તેમને પણ એનએફટીમાં રુચિ વધી. 

એનએફટીને કારણે કન્ટેન્ટ ક્રિએટર્સ તથા આઈપી (ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી)  

સીધી જ કમાણી કરી શકે છે અને જેટલી  વાર એનએફટી વેચાય તેટલી વખત  તેના પર રોયલ્ટી મેળવી શકે છે. એક  ભારતીય સ્પોર્ટ્સ એનએફટી કંપનીના  સીઈઓએ કહ્યું હતું કે ‘એનએફટીને  કારણે ડિજિટલ એસેટ્સનું મહત્વ વધ્યું 

અને તેની ચોકસાઈ-ખરાઈ પણ શક્ય બની. એનએફટી ડિજિટલ કન્ટેન્ટને  ફ્રેક્શનલાઈઝ કરે છે અને તેને આઈપી  લિક્વિડ બનાવીને વેચવાયોગ્ય બનાવે છે.’ 

વિશ્વની સૌથી મોંઘી એનએફટી  ક્રિસ્ટીઝ દ્વારા વેચવામાં આવી છે અને તે  છે અમેરિકન આર્ટિસ્ટ બીપલના 5000  ફોટોનું કોલાજ. આ કોલાજને કોઈપણ  વ્યક્તિ ગમે તેટલી વખત ડાઉનલોડ  કરી શકે છે અને જોઈ શકે છે પરંતુ  તેની માલિકી એક જ વ્યક્તિ પાસે છે.  આ ઓનરશિપ ડેટા એનએફટી તરીકે  ડિસેન્ટ્રલાઈઝ્ડ બ્લોકચેઈન નેટવર્ક પર  સ્ટોર કરી દેવાયા છે. 

રોઈટર્સના જણાવ્યા અનુસાર 2021માં  એનએફટીનું વેચાણ 25 અબજ ડોલર થઈ  ગયું હતું, જે અગાઉના વર્ષે માત્ર 9.5  કરોડ ડોલર હતું. આ ઈન્ડસ્ટ્રીના જાણકારો  કહે છે કે ઓનલાઈન દુનિયા વિસ્તરી રહી  છે તે સાથે એનએફટી સ્વરૂપે બાર્ગેઈન  રાઈટ્સ પણ ડિજિટલ થઈ ગયા છે. 

નવેમ્બરમાં અમિતાભ બચ્ચને  ‘મધુશાલા’ કાવ્યનું રેકોર્ડિંગ એનએફટી  ઓક્શન કર્યું. આ ઉપરાંત સલમાન ખાન  અને સોનુ નિગમ જેવી સેલિબ્રિટીઝે પણ  એનએફટી લોન્ચ કર્યું. 

ક્રિપ્ટો અંગે વધુ અપડેટ માટે

#gujarati

Share the article on:

  • Facebook
  • Twitter
  • LinkedIn
  • WhatsApp

Related articles

  • RBI સંપૂર્ણ પ્રતિબંધ ઈચ્છે છે, પરંતુ કાનૂની
  • મોટાભાગના દેશો શા માટે ક્રિપ્ટો અંગે ચોક્કસ નિર્ણય લેવામાં અસક્ષમ છે
  • જોખમ છતાં યુવા રોકાણકારોમાં આકર્ષણનું કેન્દ્ર
  • ક્રિપ્ટોમાં પેમેન્ટનો ઓપ્શન ન હોવાથી એસેટ ક્લાસ તરીકે ફાયદો થશે?

Top categories

  • Crypto NEWS
  • Cryptocurrency
  • Blockchain
  • Economic
  • Legal

Read in your language

  • Bengali
  • Gujarati
  • Hindi
  • Kannada
  • Marathi

Stay up to date

Subscribe to our newsletter

Resources

  • Blockchain
  • Cryptocurrency
  • Legal
  • Crypto NEWS
  • Featured Videos

Important links

  • Ask an Expert
  • Webinars
  • About
  • Resources
  • Contact

Follow us

Catch the exclusive Times Decrypt coverage in TOI newspaper every Wednesday.

To start the doorstep delivery of your copy of TOI, visit subscribe.timesgroup.com

© Times Decrypt - All rights reserved. Powered by Leo Digital